બાબરીયા ટ્રસ્ટ વિશે

About Babaria Trust

બાબરીયા ચેરીટેબલ ટ્રસ્ટ -

શાયન- મુંબઈ સ્થિત શ્રી વ્રજલાલ પોપટલાલ બાબરીયા દ્વારા સ્થાપિત ટ્રસ્ટ અનેકવિધ સેવાપ્રવૃત્તિ કરે છે.

ટ્રસ્ટના સ્થાપક શ્રી વ્રજલાલ પોપટલાલ બાબરીયાનું વતન બરવાળા (ઘેલાશાહ). ઉદ્યોગ સાહસિક એવા શ્રી વ્રજલાલ બાબારીયાને સૌ વજુભાઈ તરીકે ઓળખે. સમગ્ર જીવન ધાર્મિક ભાવનાથી ધર્મક્ષેત્રે તથા સમાજસેવા ક્ષેત્રે તેમણે ઉદાર હ્રદયથી વિવિધ સેવાકાર્યો કર્યા. વતન બારવાળા (ઘેલાશાહ) કર્મ ભૂમિ મુંબઈ ઉપરાંત અનેકવિધ ધર્મક્ષેત્રમાં તેમણે અવિરતપણે દાનધર્મ દ્વારા ગુજરાતની ઉમદા મહાજન પરંપરાનું જતન કર્યું અને ત્રણ ભાઈઓ શ્રી વસંતભાઈ, શ્રી મનુભાઈ તથા શ્રી વિનોદભાઈ (બાબાકાકા) તથા સંતાનોને જૈનધર્મના આચાર વિચારથી સમૃદ્ધ કર્યા. પરિણામે બાબરીયા પરિવારની વર્તમાનમાં ચોથી પેઢી સુધી સેવાધર્મ અને સખાવતના સંસ્કારનો વારસો જળવાયો અને ઉત્તરોત્તર સવિશેષ વિસ્તરતો ગયો.

શ્રી વ્રજલાલ પોપટલાલ બાબરીયા
કિરીટભાઈ વ્રજલાલ બાબરીયા

કિરીટભાઈ વ્રજલાલ બાબરીયા

બીજી પેઢી

શ્રી વ્રજલાલ બાબરીયાના ચાર પુત્રોમાં સૌથી મોટા શ્રી કિરીટભાઈ. પિતાના પગલે ચાલી તેમણે સેવાની સરવાણી ચાલુ રાખી. વતન બરવાળા (ઘેલાશાહ) માં વિવિધ સેવાકાર્યો સાથે પિતાજીએ અંબાજી ધામ નિર્માણનું જે સ્વપ્ન જોયું તેને સાકાર કરવા શ્રી કિરીટભાઈ તેમજ તેમનાં ભાઈઓ શ્રી રાજુભાઈ, શ્રી પંકજભાઈ, શ્રી મહેશભાઈએ પિતાજીની પ્રેરક ઉપસ્થિતિમાં જ અંબાજીધામનું નિર્માણ કર્યું. કિરીટભાઈના યુવાન સંતાનો શ્રી શરદભાઈ તથા શ્રી મિતેષભાઈ (વિકીભાઈ) એટલે વ્રજલાલ બાબરીયાની ત્રીજી પેઢી સુધી સેવા યાત્રા અવિરતપણે ચાલુ રહી છે. કિરીટભાઈના વરિષ્ઠ પુત્ર શ્રી શરદભાઈના સુપુત્ર શ્રી દેવાંશ બાબરીયા આજે ચોથી પેઢીના પ્રતિનિધિ; ટ્રસ્ટી તરીકે સક્રિયતા દાખવી રહ્યા છે.

શ્રી મિતેષભાઈ (વિકીભાઈ) બાબરીયા

શ્રી મિતેષભાઈ (વિકીભાઈ) બાબરીયા

ત્રીજી પેઢી

જે કિરીટભાઈના બીજા નંબરના સુપુત્ર. મોટાભાઈ શરદભાઈના અકાળ અવસાનથી કુટુંબ, પરિવાર અને વ્યવસાયની સઘળી જવાબદારી નિભાવવાની સાથે બાબરીયા ચેરીટેબલ ટ્રસ્ટની સેવાપ્રવૃત્તિને ગતિશીલ રાખવાની ખેવના, નિષ્ઠા અને સમજ સાથે આજે મિતેષભાઈ સક્રિય છે. સેવા, સમર્પણ અને ધર્મનિષ્ઠ નૈતિક વિચારધારાથી આજે તેઓ સાચા અર્થમાં વારસો દીપાવી રહ્યા છે.

દેવાંશ શરદભાઈ બાબરીયા

દેવાંશ શરદભાઈ બાબરીયા

ચોથી પેઢી

શ્રેષ્ઠીવર્ય વ્રજલાલ બબરિયની ચોથી પેઢીએ કુળદીપક એવા દેવાંશભાઈ મેનેજમેન્ટ સ્કીલ સાથે ટ્રસ્ટની જવાબદારી સંભાળવા માટે કૃતસંકલ્પ છે. કુળના ગૌરવથી પરિચિત અને વારસાનું જતન કરવાના સંસ્કાર તેમની મૂડી છે.

બરવાળા (ધોલાર) - વર્તમાન

View of Barvala village and temple

ગામનો ઈતિહાસ